ધી ગુજરાત સ્ટેટ કો-ઓપરેટીવ હાઉસીંગ ફાઇનાન્સ કોર્પોરેશન લિમિટેડ એ ગુજરાત સહકારી મંડળીઓના અધિનિયમ હેઠળ નોંધાયેલ ગુજરાત રાજયની ટોચની સહકારી સંસ્થા છે. મહારાષ્ટ્ર રાજયમાંથી ગુજરાતનું વિભાજન થયા બાદ સદર સંસ્થા અસ્તિત્વમાં આવેલ. સમગ્ર ગુજરાતમાં જયારે કોઈપણ બેંક, નાણાં ધિરનારી સંસ્થાઓ કે અન્ય સહકારી સંસ્થાઓ દ્વારા મકાન બનાવવા માટે લોનનું ધિરાણ કરવામાં ન આવતું હતું ત્યારે આ સંસ્થા દ્દારા ગૃહમંડળીઓને મકાન બનાવવા માટે લોનનું ધિરાણ કરવામાં આવેલ હતું. તેની મુખ્ય શાખા અમદાવાદ ખાતે શરૂ કરવામાં આવી હતી અને તેનું કાર્યક્ષેત્ર સમગ્ર ગુજરાત રાજયમાં હતું. આ સંસ્થાએ એલ.આઇ.સી.ઓફ ઇન્ડિયા તેમજ હુડકો પાસેથી લોન મેળવી ગરીબ, નબળા તેમજ મધ્યમ વર્ગના લોકોને પોતાનું ઘરનું ઘર મળી રહે તે હેતુથી ૬૧૨૪ ગૃહમંડળીઓના ૨,૩૨,૮૩૬ વસવાટો માટે ધિરાણ પૂરું પાડવાનું ભગીરથ કાર્ય કરેલ હતું .
સદર સંસ્થા તેની લેણદાર સંસ્થાઓ એલ .આઇ.સી.ઓફ ઇન્ડિયા તથા હુડકોમાં લોનની રકમ સમયસર જમા કરાવી શકેલ નહી અને જેના કારણે સંસ્થાએ સને ૧૯૮૪ થી ધિરાણની પ્રવૃતિ બંધ કરવી પડેલ હતી. જેથી સંસ્થા ઉપર આશરે રૂ।. ૨૨૫૬ કરોડનો બોજો થવા પામેલ હતો અને સંસ્થા ખોટમાં આવી ગયેલ હતી.
આવા સમયે સંસ્થાનું નેતૃત્વ સ્વ.ભાવનાબેન ચીખલીયાના હાથમાં આવેલ હતુ, તેઓએ પોતાની અંગત વગનો ઉપયોગ કરી અને સમગ્ર બોર્ડ ઓફ ડીરેક્ટર્સને સાથે રાખી કેન્દ્રીય નાણાં મંત્રીશ્રી યશવંત સિન્હા સાહેબ તથા એલ .આઇ.સી.ઓફ ઇન્ડિયાના અધિકારીઓની મુલાકાત કરી સંસ્થાને વ્યાજરાહત આપવા અને દેવામુક્ત કરવા પ્રયત્ન હાથ ધરેલ હતા. સદર પ્રયત્નોનો લાભ.
ત્યારબાદ સંસ્થાને સને ૨૦૧૬ માં મળેલ અને એલ.આઇ.સી. ઓફ ઇન્ડિયા તથા હુડકો તરફથી વ્યાજરાહત યોજના મંજુર થઈ આવેલ હતી.
સંસ્થામાં ૫૦ ટકા વ્યાજરાહત યોજના અમલમાં લાવી વ્યાજરાહત યોજના હેઠળ ઉમદા વસુલાત મેળવી એલ .આઇ.સી.ઓફ ઇન્ડિયાને ચુકવવાનો અંતિમ હપ્તો તા.૩૦.૬.૨૦૨૨ ના રોજ ચુકવી આપવામાં આવેલ અને સંસ્થાને દેવામુક્ત કરવામાં આવેલ.
બોર્ડ ઓફ ડીરેક્ટર્સના સંનિષ્ટ પ્રયાસથી સને ૧૯૯૪ બાદ સંસ્થાને પ્રથમવાર સને ૨૦૧૮ થી પુનઃ નફો કરતી થયેલ છે. ચાલુ વર્ષ ૨૦૨૨-૨૦૨૩ દરમ્યાન પણ સંસ્થાને રૂ.૪.૯૨ કરોડનો નફો થયેલ છે.