Use Our Services

Introduction of The Gujarat State Co-operative Housing Finance Corporation Limited

ધી ગુજરાત સ્ટેટકો-ઓપરેટીવ હાઉસિંગ ફાઇનાન્સ કોર્પોરેશન લિમિટેડ એ ગુજરાત સહકારી મંડળીઓના અધિનિયમ હેઠળ નોંધાયેલા ગુજરાત રાજ્ય ની ટોચની સહકારી સંસ્થા છે.

સંસ્થા ધી ગુજરાત સ્ટેટ કો. ઓ. હા. ફા. કોર્પો. લી. ગુજરાત સહકારી મંડળી અધિનિયમ અન્વયે રજી ન. બી-૧૯૮૪, તા. ૧૪.૪.૧૯૬૦ થી નોંધાયેલ ગુજરાત રાજ્યની ટોચની સહકારી સંસ્થા છે. સંસ્થાને એલ.આઈ.સી. ઓફ ઇન્ડિયા તરફથી તા. ૧૨.૪.૧૯૬૧ થી ૫૭ જુદા જુદા તબ્બકામાં રૂ. ૩૭૪.૫૭ કરોડ ધિરાણ મળેલ. હુડકોએ સંસ્થાને ૮૧ ગૃહમંડળીઓ માટે રૂ. ૨૧.૧૪ કરોડ ધિરાણ કરેલ. એલ.આઈ.સી. ઓફ ઇન્ડિયા તથા હુડકો પાસેથી લોન મેળવી ૬૧૨૪ ગૃહમંડળીઓ ૨,૩૨,૮૩૬ વસવાટો માટે ધિરાણ પૂરું પાડવાનું ભગીરથ કાર્ય આ સંસ્થાએ કરેલ છે.

સભ્ય મંડળીઓને ભારતીય જીવન વિમા નિગમ તરફથી ધીરવામાં આવેલ લોન ઉપર વીમા કવચ હોવાથી આશરે ૬૦૦૦ સભાસદના અવસાનથી વારસદારો ઉપર જવાબદારી ન આવે તે માટે સંસ્થા તરફથી એલ. આઈ. સી. ઓફ ઇન્ડિયા પાસેથી વીમા ક્લેમની રકમ રૂ. ૮,૩૪,૮૭,૩૫૪/- મંજુર કરાવેલ છે.

સંસ્થાના ચેરમેન શ્રી અને વાઇસ ચેરમેન શ્રીએ સંસ્થાની પ્રગતિ અને વિકાસ સારું જરૂરી નિર્ણયો/ઠરાવો કરી સરકારશ્રી, ઉચ્ચ અધિકારીશ્રીઓ તથા નાણાં ધીરનારી સંસ્થામાં રૂબરૂ મીટિંગ તથા દરખાસ્ત કરી સંસ્થાએ હકારાત્મક પરિણામ પ્રાપ્ત કરેલ છે.